પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય

‘સ્માર્ટ ઈન્ડિયા હૈકથૉન-2017’ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન

Posted On: 30 MAR 2017 6:01PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 30-03-2017

પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય, માનવ સંસાધન વિકાસ મંત્રાલયને આધિન અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)ની સાથે મળીને સ્માર્ટ ઈન્ડિયા હૈકથૉન-2017ની ગ્રાન્ડ ફિનાલેનું 1 થી 2 એપ્રિલ, 2017ના રોજ ગુવાહાટીના ગિરિજાનંદ ચૌધરી ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ટ ટેકનોલોજી (જીઆઈએમટી)માં મેજબાની કરશે.

પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા તેમજ અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સ્માર્ટ ઈન્ડીયા હૈકથૉન 2017ની બાબતમાં પોતાના સંદેશમાં કહ્યું કે ઉપરોક્ત પ્રૌદ્યોગિકીઓની સાથે ડિજિટલ સમાધાનમાં પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસ સમાધાનોને ઉત્પ્રેરિત કરવાની ક્ષમતા છે.

પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય આ પહેલમાં એક ભાગીદાર છે અને એને 11 સમસ્યાઓની ઓળખ કરી છે. જેના પર મંત્રાલય દ્વારા 31 ટીમોની (પ્રતિ ટીમ 6 વિદ્યાર્થીઓ અને 2 સલાહકાર) પસંદગી કરાઈ છે, જે જીઆઈએમટી ગુવાહાટીમાં નવાચાર ડિજિટલ સમાધાન તૈયાર કરશે. જીઆઈએમટી ગુવાહાટીને દેશના 26 અન્ય નોડલ કેન્દ્રોમાં પૂર્વોત્તર ક્ષેત્રનું એક માત્ર મોડલ કેન્દ્ર બનાવાયું છે. બે દિવસીય આયોજનમાં 10,000 થી વધુ પ્રતિભાગી આખા દેશમાં સ્થિત 26 સ્થળો પર વિભિન્ન મંત્રાલયો/વિભાગો દ્વારા ઓળખ કરાયેલી સમસ્યાઓની બાબતમાં ઉત્પાદન/સમાધાનના નિર્માણ માટે 36 કલાક સુધી સતત કાર્ય કરશે. વિભિન્ન શ્રેણીઓમાં વિજેતાઓને 1,00,000 રૂપિયા, પ્રથમ રનર અપને 75,000 રૂપિયા અને બીજા રનર-અપને 50,000 રૂપિયાનો પુરસ્કાર અપાશે. બીજા રનર-અપને નૈસ્કૉમના 10,000 સ્ટાર્ટઅપ્સ કાર્યક્રમનો ભાગ બનાવાનો અવસર પણ મળશે.

સ્માર્ટ ઈન્ડિયા હૈકથૉન-2017ની 9 નવેમ્બર, 2017ના રોજ નવી દિલ્હીમાં શુભારંભ કરાશે. જેનો ઉદ્દેશ્ય છાત્રોની રચનાત્મકતા અને વિશેષજ્ઞતાને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે ‘સ્ટાર્ટ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ અભિયાન માટે તૈયાર કરવા, સુશાસનમાં સુધાર લાવવો અને જીવનની ગુણવત્તા માટે ક્રાઉડ સ્ત્રોતોમાં સમાધાન જોડવાનો છે. આ ભારતની પડકારરૂપ સમસ્યાઓનો નવાચાર સમાધાનોને પણ ઉપલબ્ધ કરાવે છે. 29 મંત્રાલયો / વિભાગો દ્વારા ઓળખ કરાયેલી 598 સમસ્યાઓ માટે પ્રાપ્ત 7531 વિચારોમાંથી 1266 વિચારોની ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી કરાઈ છે. આ પ્રકારે સ્માર્ટ ઈન્ડિયા હૈકથૉન 2017 ભારતમાં પહેલી વ્યાપક સ્તરની હૈકથૉન પહેલ હશે.

 

J.Khunt/GP                                                                        


(Release ID: 1486204) Visitor Counter : 107


Read this release in: English