યુવા બાબતો અને રમત મંત્રાલય

કેન્દ્રીય યુવા કાર્યક્રમ તેમજ ખેલ રાજ્ય મંત્રી શ્રી વિજય ગોયલ એનએસએસના પુનર્ગઠન વિષય પર આયોજિત સંમેલનનું નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કરશે

Posted On: 30 MAR 2017 5:53PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 30-03-2017

કેન્દ્રીય યુવા કાર્યક્રમ તેમજ ખેલ મંત્રાલય 31 માર્ચ, 2017 થી નવી દિલ્હીમાં ‘એનએસએસનું પુનર્ગઠન’ વિષય પર એક સંમલેનનું આજન કરી રહ્યું છે. કેન્દ્રીય યુવા કાર્યક્રમ તેમજ ખેલ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી વિજય ગોયલ સંમેલનના ઉદ્ઘાટન સત્ર દરમિયાન મુખ્ય વક્તા તરીકે લોકોને સંબોધિત કરશે.

પાછળા કેટલાક વર્ષો દરમિયાન એનએસએસના માળખામાં કોઈપણ રીતે બદલાવ નહોતો આવ્યો. જ્યારે આજ કાર્યકાળ દરમિયાન સમાજની જરૂરિયાતો અને યુવા છાત્રોની અપેક્ષાઓ સહિત વિભિન્ન પરિસ્થિતિઓ ઘણી ઝડપથી બદલાઈ રહી છે. આ એક દિવસીય સંમેલનનો ઉદ્દેશ્ય એનએસએસને વધુ મજબૂત અને પ્રભાવી બનાવવાના ક્રમમાં એનએસએસના પુનર્ગઠનમાં નવીન વિચારોનું સર્જન કરવાનો છે. આ યોજના સાથે જોડાયેલ દરેક હિતધારકોને સંમેલનમાં આમંત્રિત કરાયા છે, કે જેથી સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવી શકાય. કાર્યશાળામાં ભાગીદારોની કુલ સંખ્યા લગભગ 100 હશે.

રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ)ની શરૂઆત વર્ષ 1969માં થઈ હતી. આનો પ્રાથમિક ઉદ્દેશ્ય સ્વૈચ્છિક રૂપ થી સમાજ સેવા દ્વારા યુવા છાત્રોના વ્યક્તિત્વ તેમજ ચરિત્રના નિર્માણનો વિકાસ કરવાનો છે. પ્રારંભિક રૂપથી એનએસએસને 4000 સ્વૈચ્છિક કાર્યકર્તાઓની સાથે દેશભરમાં 37 વિશ્વવિદ્યાલયોમાં શરૂ કરાયું હતું. માર્ચ 2016 સુધી દેશભરમાં 391 વિશ્વવિદ્યાલયો તેમજ 2 પરિષદો, 16,278 મહાવિદ્યાલયો/તકનીકી સંસ્થાઓ અને 12,483 વરિષ્ઠ માધ્યમિક વિશ્વવિદ્યાલયોમાં સ્થાપિત 39,695 એનએસએસ એકમોમાં લગભગ 36.58 લાખ સ્વૈચ્છિક કાર્યકર્તા હતા.

 

J.Khunt/GP                                                                 



(Release ID: 1486200) Visitor Counter : 114


Read this release in: English