આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
શહેરી ગરીબો માટે મકાનોનું નિર્માણ કરવામાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઘણું આગળ
અત્યાર સુધી પીએમએવાય (શહેરી) હેઠળ કુલ નિર્માણ થયેલા 82,048 મકાનોમાંથી 32 ટકા એટલે કે 25,873 મકાનોનું નિર્માણ એકલા ગુજરાતમાં થયું
રાજસ્થાનમાં 10,805, કર્ણાટકમાં 10,447, તમિલનાડુમાં 6,940, મહારાષ્ટ્રમાં 5,506 મકાનોનું નિર્માણ થયું
10,183 મકાનોના નિર્માણ સાથે અમદાવાદ શહેરોમાં ટોચના સ્થાને, ત્યારબાદ જયપુરમાં 7,434, બેંગાલુરુમાં 3,428, ગયામાં 1,334, ચેન્નાઈમાં 1,279, વિશાખાપટ્ટનમમાં 1,094, રાયબરેલીમાં 802 મકાનોનું નિર્માણ થયું
Posted On:
30 MAR 2017 4:34PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 30-03-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 જૂન, 2015ના રોજ શરૂ કરેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરી ગરીબો માટે વાજબી કિંમતના મકાનો બનાવવામાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઘણું આગળ છે. અત્યાર સુધી દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પીએમએવાય (શહેરી) હેઠળ આ પ્રકારના કુલ 82,048 મકાનોનું નિર્માણ થયું છે, જેમાંથી 32 ટકા એટલે કે 25,873 મકાનોનું નિર્માણ એકલા ગુજરાતમાં થયું છે.
મકાન અને શહેરી ગરીબી નાબૂદી મંત્રી શ્રી એમ. વૈંકયા નાયડુએ રાજ્યસભામાં આજે તારાંકિત પ્રશ્રના જવાબમાં આપેલી લેખિત માહિતી મુજબ, વાજબી મકાનોનું નિર્માણ કરવામાં ગુજરાત પછીના સ્થાને 10,805 મકાનો સાથે રાજસ્થાન (કુલ મકાનોના નિર્માણમાંથી 13.17 ટકા), કર્ણાટક – 10,447 (12.70 ટકા), તમિલનાડુ – 6,940 (8.00 ટકા), મહારાષ્ટ્ર – 5,506 (6.70 ટકા), ઉત્તરપ્રદેશ – 3,822 (4.65 ટકા), મધ્યપ્રદેશ – 2,666 (3 ટકા), બિહાર – 2,409 (2.90 ટકા), જમ્મુ અને કાશ્મીર – 1,986 (2.42 ટકા) અને આંધ્રપ્રદેશ – 1,650 (2 ટકા) છે.
શહેરીની દ્રષ્ટિએ જોઈએ તો, 10,183 મકાનોના નિર્માણ સાથે અમદાવાદ ટોચના સ્થાને છે અને તેના પછી જયપુર – 7,434, સુરત – 5,216, રાજકોટ – 3,817, વડોદરા – 1,665, ગયા – 1,334, તુમ્કુર (કર્ણાટક) – 1,286, ચેન્નાઈ – 1,279, ગુલબર્ગ (કર્ણાટક) – 1,203, જામનગર (ગુજરાત) – 1,111, ધનબાદ – 1,156, વિશાખપટ્ટનમ – 1,094, અલ્વર (રાજસ્થાન) – 883 અને રાયબરેલી (ઉત્તરપ્રદેશ) – 802 છે.
પીએમએવાય (શહેરી) હેઠળ લાભાર્થીઓ આર્થિક રીતે નબળા વર્ગો સાથે સંબંધિત છે. ઓછી આવક ધરાવતા જૂથો (એલઆઇજી) અને મધ્યમ આવક ધરાવતા જૂથો (એમઆઇજી)ને ઇન-સિટુ સ્લમ રિડેવલપમેન્ટ, ભાગીદારીમાં વાજબી કિંમતનું મકાન, લાભાર્થી સંચાલિત નિર્માણ અને ધિરાણ સાથે સંબંધિત સબસિડી સ્કીમ હેઠળ લાભ પ્રદાન કરવામાં આવે છે.
ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકોના લાભાર્થે નિર્માણ થનાર દરેક મકાન માટે કેન્દ્ર સરકાર રૂ. 1.00 લાખની સહાય કરે છે, જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની જમીનનો સંસાધન તરીકે ઉપયોગ કરીને તેમના માટે પાકું મકાન બનાવી આપે છે. એએચપી અને બીએલસી કમ્પોનેન્ટ્સ હેઠળ દરેક લાભાર્થીને રૂ. 1.50 લાખની કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે, ત્યારે એલઆઇજી માટે સીએલએસએસ હેઠળ વ્યાજની 6.5 ટકા સબસિડી અને તાજેતરમાં મધ્યમ આવક ધરાવતા જૂથો માટે જાહેર થયેલી સીએલએસએસ હેઠળ વ્યાજમાં અનુક્રમે 3 ટકા અને 4 ટકાની સબસિડી આપવામાં આવે છે.
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન શહેરી ગરીબો માટે વાજબી કિંમતના 3.55 લાખ મકાનોનું નિર્માણ થયું છે, જેમાં માર્ચ, 2014 અગાઉ જેએનએનયુઆરએમ અંતર્ગત મંજૂર થયેલા મકાનો સામેલ છે.
J.Khunt/GP
(Release ID: 1486167)
Visitor Counter : 137