વિદ્યુત મંત્રાલય

પહેલી વખત વિદ્યુતનું ચોખ્ખું નિકાસકાર બન્યું ભારત

Posted On: 29 MAR 2017 4:12PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29-03-2017

વીજળીના સીમા પાર વ્યાપાર માટે ભારત સરકાર નિર્દિષ્ઠ ઓથોરીટી, કેન્દ્રીય વિદ્યુત ઓથોરીટી અનુસાર ભારત પહેલી વખત વીજળીની ચોખ્ખી આયાતની જગ્યાએ ચોખ્ખું નિકાસકાર બની ગયું છે. વર્ષ 2016-17 (એપ્રિલ થી ફેબ્રુઆરી, 2017) દરમિયાન ભારતે નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારને 579.8 કરોડ યૂનિટ વિજળીની નિકાસ કરી. જે ભૂતાનથી આયાત કરાનારી લગભગ 558.5 કરોડ યૂનિટોની તુલનામાં 21.3 કરોડ યૂનિટ વધુ છે.

પાછલી સદીમાં સીમા પાર વિદ્યુત વ્યાપાર પ્રારંભ થયા બાદથી ભારત, ભૂતાનથી વિદ્યુત આયાત કરી રહ્યું છે અને બિહાર અને ઉત્તર પ્રદેશ પાસેથી 33 કેવી અને 132 કેવી રેડિયલ મોડમાં નેપાળને ઓછી વીજળીની નિકાસ કરી રહ્યું છે. ભૂતાન સરેરાશ ભારતને 500-500 કરોડ યૂનિટ વિજળી પૂરી પાડે છે.

ભારત નેપાળને 11 કેવી, 33 કેવી અને 132 કેવી લેવલ પર 12000થી વધુ સીમા પાર ઈન્ટર કનેક્શનો માટે લગભગ 190 મેગાવોટ વિદ્યુતની નિકાસ પણ કરી રહ્યું છે. 2016માં 400 કેવી લાઈન ક્ષમતા (132 કેવી ક્ષમતાની સાથે સંચાલિત) મુઝફ્ફરપુર (ભારત) – ધાલખેબર (નેપાળ)ના શરૂ થયા બાદ નેપાળને વીજળી નિકાસમાં લગભગ 145 મેગાવોટનો વધારો થયો છે.

ભારતથી બાંગ્લાદેશને કરાનારા વીજળી નિકાસમાં તે સમયે વૃદ્ધિ થઈ, જ્યારે સપ્ટેમ્બર, 2013માં 400 કેવી ક્ષમતાની પહેલી સીમા પાર ઈન્ટર-કનેક્શન ચાલુ થયું. આ રીતે ભારતમાં સુર્જામણિનગર (ત્રિપુરા) અને બાંગ્લાદેશમાં દક્ષિણ કોમ્મિલ્લાની વચ્ચે બીજા સીમા પાર ઈન્ટર-કનેક્શન ચાલુ થયા બાદ ભારતની નિકાસમાં વૃદ્ધિ થઈ.

132 કેવી કાટિયા (બિહાર) – કુસાહા (નેપાળ) અને 132 કેવી રક્સૌલ (બિહાર) – પાર્વાણીપુર (નેપાળ) સીમા પાર ઈન્ટર-કનેક્શન ચાલુ થયા બાદ નેપાળને કરાનારી વીજળી નિકાસમાં લગભગ 14 મેગાવોટની વૃદ્ધિ થવાનું અનુમાન છે.

પડોશી દેશોની સાથે કેટલાક વધુ સીમા પાર સંપર્ક સ્થાપિત કરાઈ રહ્યા છે. જેનાથી ભારતની વીજળી નિકાસમાં વૃદ્ધિ થશે.


(Release ID: 1485994) Visitor Counter : 128