યુવા બાબતો અને રમત મંત્રાલય

દેશમાં ખેલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે જન જાગૃતિ કાર્યક્રમના ભાગ રૂપે લોકસભા અધ્યક્ષા શ્રીમતી સુમિત્રા મહાજને સંસદ સભ્યોને ફૂટબોલ ભેટ આપ્યા

Posted On: 29 MAR 2017 4:10PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29-03-2017

સંસદના સભ્યોએ દેશમાં ખેલ સંસ્કૃતિ, ખાસ કરીને ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા માટે જન જાગૃતિ કાર્યક્રમમાં આજે (29-3-2017) અહીં મોટા ઉત્સાહ સાથે ભાગ લીધો. એક સમારોહ દરમિયાન લોકસભા અધ્યક્ષા શ્રીમતી સુમિત્રા મહાજને બંને સદનોના સભ્યોને ફૂટબોલ ભેટ આપ્યા. આ કાર્યક્રમનું આયોજન યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા કરાયું હતું. તેનો ઉદ્દેશ આ વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં આયોજિત થનારા ફીફા અંડર-17 ફૂટબોલ વિશ્વ કપ સ્પર્ધાની સાથે સાથે ફૂટબોલને સમગ્ર ભારતમાં પ્રોત્સાહિત કરવાના મિશન 11 મિલિયન પ્રોગ્રામને પ્રોત્સાહિત કરવાનો હતો.

આ અવસર પર યુવા બાબતો અને ખેલ મંત્રી શ્રી વિજય ગોયલે કહ્યું કે ફીફા અંડર-17 વિશ્વ કપ સ્પર્ધાનું આયોજન ઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન – એઆઈએફએફની સાથે મળીને કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ફૂટબોલ સંસ્કૃતિના નિર્માણ માટે મિશન 11 મિલિયન શરૂ કરાયું છે, જેથી ફૂટબોલને 15 હજાર સ્કૂલોના માધ્યમથી 1.1 કરોડ બાળકો સુધી પહોંચાડી શકાય શકાય.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26 માર્ચ, 2017ના રોજ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત કહ્યું હતું કે ફીફા અંડર-17 વિશ્વ કપ સ્પર્ધા યુવાઓ માટે એક મોટો અવસર છે, જે દેશમાં ખેલ પ્રત્યે એક ક્રાંતિ લાવી શકે છે.

AP/J.Khunt/GP                                   ક્રમાંક : 176


(Release ID: 1485993) Visitor Counter : 130