ગૃહ મંત્રાલય

'ભારતીય ધ્વજની આચારસંહિતા, 2002' અને 'રાષ્ટ્રીય સન્માન ધારાનું અપમાન નિવારણ કરવાનો કાયદો, 1971'નું કડક પાલન

Posted On: 22 MAR 2017 2:48PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 22-03-2017

 
ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો/વહીવટદારો, તમામ મંત્રાલયો/ભારત સરકારના વિભાગોને એડવાઇઝરી ઇશ્યૂ કરી છે, જેમાં ભારતીય ધ્વજની આચારસંહિતા, 2002અને રાષ્ટ્રીય સન્માન ધારાના અપમાનનું નિવારણ, 1971માં સામેલ જોગવાઈઓનું કડક પાલન સુનિશ્ચિત કર્યું છે. એડવાઇઝરીમાં સૂચના આપવામાં આવી છે કે આ સંબંધમાં સામૂહિક જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યાં છે તથા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો મારફતે વ્યાપક પબ્લિસિટી કરવામાં આવી છે.
એડવાઇઝરી જણાવે છે કે રાષ્ટ્રીય ધ્વજ આપણા દેશના લોકોની આશા-આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે એટલે સન્માન જળવાશે. આ રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે સાર્વત્રિક લાગણી, સન્માન અને ભરોસાનું પ્રતીક છે. છતાં લોકો અને સરકારની સંસ્થા/એજન્સીઓ વચ્ચે ઘણી વખત જાગૃતિનો અભાવ જોવા મળે છે, જે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાટેના કાયદા, પદ્ધતિઓ અને પરંપરાઓ સાથે સંબંધિત છે.
ઉપરાંત ગૃહ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે મહત્ત્વપૂર્ણ પ્રસંગો પર કાગળના ધ્વજને બદલે પ્લાસ્ટિકના ધ્વજનો ઉપયોગ થાય છે. કાગળના ધ્વજની જેમ પ્લાસ્ટિકના ધ્વજ બાયોડિગ્રેડેબલ નથી એટલે તેનો નાશ લાંબા સમય સુધી થતો નથી અને ધ્વજના સન્માન સાથે પ્લાસ્ટિકના બનેલા રાષ્ટ્રીય ધ્વજનો યોગ્ય નિકાલ કરવો વ્યવહારિક સમસ્યા છે. તેવું પણ જોવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રીય સન્માન ધારાના અપમાનનું નિવારણ, 1971ની જોગવાઈ 2 મુજબ જાહેર કે કોઈ પણ સ્થળે ભારતીય રાષ્ટ્રધ્વજ કે તેના કોઈ પણ ભાગને જાહેરમાં બાળવામાં આવશે, તેને ફાડવામાં આવશે, નાશ કરવામાં આવશે કે અન્ય કોઈ રીતે તેના પ્રત્યે સન્માન દાખવવામાં નહીં આવે કે પછી તિરસ્કાર વ્યક્ત કરવામાં આવશે (મૌખિક કે લેખિત શબ્દો દ્વારા, કે કામગીરી દ્વારા) તો જેલની સજા થઈ શકશે, જે મહત્તમ ત્રણ વર્ષ સુધીની હશે અને દંડ, કે બંને થશે.
એડવાઇઝરી જણાવે છે કે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભારતીય ધ્વજની આચારસંહિતા, 2002ની જોગવાઈઓની દ્રષ્ટિએ જનતા દ્વારા કાગળના ધ્વજનો ઉપયોગ થાય છે અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી આ પ્રકારના ધ્વજ મેદાન પર ફેંકવામાં કે તેનો નાશ કરવામાં નહીં આવે. આ પ્રકારના ધ્વજનો નિકાલ તેનું સન્માન જળવાઈ રહે એ રીતે કરવામાં આવશે. પ્લાસ્ટિકમાંથી બનેલા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ ન કરવા માટે વ્યાપક પ્રચાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ સાથે કરવો જોઈએ.
રાષ્ટ્રીય ધ્વજના પ્રદર્શનના સંચાલન માટે ભારતીય ધ્વજની આચારસંહિતા, 2002અને રાષ્ટ્રીય સન્માન ધારાના અપમાનનું નિવારણ, 1971અને ધ્વજની આચારસંહિતાની નકલ કાયદામાં સામેલ જોગવાઈઓના પાલન માટે નીચેની લિન્ક પર ઉપલબ્ધ છે (આ મંત્રાલયની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે www.mha.nic.in).
'ભારતીય ધ્વજની આચારસંહિતા, 2002': http://mha.nic.in/sites/upload_files/mha/files/flagcodeofindia_070214.pdf
' રાષ્ટ્રીય સન્માન ધારાના અપમાનનું નિવારણ, 1971':
http://mha.nic.in/sites/upload_files/mha/files/pdf/Prevention_Insults_National_Honour_Act1971.pdf
 
J.Khunt/GP                           ક્રમાંક : 155

(Release ID: 1485143) Visitor Counter : 555