મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

બેટી બચાવો બેટી ભણાવોના નામે ચાલી રહેલી નકલી યોજના વિષે દિલ્લીવાસીઓને ચેતવણી

Posted On: 21 MAR 2017 6:06PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 21-03-2017

 
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકારના ધ્યાને એ બાબત આવી છે કે કેટલીક બિનસત્તાવાર સાઈટો/સંસ્થાઓ/એનજીઓ/વ્યક્તિગતો બેટી બચાવો બેટી ભણાવો યોજનાના રોકડ પ્રોત્સાહનના નામે ગેરકાયદેસર ફોર્મ વેચી રહી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રાજ્ય સરકારોના સત્તામંડળ સાથે મળીને આ ઘટના હાથ પર લીધી છે જ્યાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે જેમકે ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ અને બિહાર.આમ છતાં, અમારા ધ્યાન પર આવ્યું છે કે બીબીબીપીના નામે ચાલી રહેલ આ બનાવટ દિલ્હીમાં પણ શરુ થઇ રહી છે. દિલ્હીના વિવિધ ભાગો ખાસ કરીને ટીકરી, ભટ્ટી ખુર્દ, દક્ષિણ પૂરી એક્ષટેન્શન, સંગમ વિહાર, સંજય કોલોની, સરિતા વિહાર, આદર્શ નગર અને જે જે કોલોનીમાંથી આ બાબત નોંધાઈ છે.
એ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે કે યોજનામાં ભારત સરકાર દ્વારા વ્યક્તિગત રીતે કેશ ટ્રાન્સફર કરવાની કોઈ જોગવાઈ નથી. બેટી બચાવો બેટી ભણાવો યોજના એ સમાજવ્યવસ્થામાં પડકારરૂપ માનસિકતા અનેઊંડા ઉતરેલી પિતૃપ્રધાન વ્યવસ્થા, પીસી એન્ડ પીએનડીટી કાયદાનું કડક અમીલકરણ, દીકરીઓના શિક્ષણનો વિકાસ વગેરે ઉપર ખાસ ભાર મુકે છે. આ ભાર એ સમગ્ર જીવનચક્રમાં સ્ત્રી સશક્તિકરણના મુદ્દાઓ ઉપર છે. તે કોઈ ડીબીટી (ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર) યોજનાનથી.
બીબીબીપીના નામે ચાલી રહેલી આ બનાવટ તે ખુબ જ સંવેદનશીલ બાબત છે અને જો આવી કોઈ પણ ઘટના તમારા ધ્યાનમાં આવે છે તો મહેરબાની કરીને તમારા નજીકના પોલીસ સ્ટેશન અને સંલગ્ન જીલ્લા કલેકટર/જીલ્લા મેજીસ્ટ્રેટ પાસે જઈ તેનીજાણ કરો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મુદ્રણ કે વિજાણું માધ્યમો દ્વારા આ પ્રકારની કોઈપણ બનાવટથી સચેત રહેવાની સલાહ આપી છે. એ બાબતનું ધ્યાન રાખવામાં આવે કે આ પ્રકારના ફોર્મનું વિતરણ એ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે અને બેટી બચાવો બેટી ભણાવો યોજનાના કોઈ પણ ફોર્મમાં રોકડ પ્રોત્સાહન જોડાયેલનથી.
મંત્રાલયની સલાહ છે કે આ બાબતે કોઈપણ ખાનગી વિગતો જાહેર કરવી ના જોઈએ અને કોઈએ પણ આપ્રકારની બનાવટી યોજનાઓમાં નોંધણી કરાવવી નહીં તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનેઆ પ્રકારના કોઈ નકલી ફોર્મ મોકલવાનહીં.
જાહેર હિત તથા વિષયની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ કેસ વધુ તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ને મોકલી દેવામાં આવ્યો છે.
 
AP/J.Khunt/GP                               ક્રમાંક : 152

(Release ID: 1485105) Visitor Counter : 165