નાગરિક ઉડ્ડયન મંત્રાલય
એસવીપીઆઈ એરપોર્ટ અમદાવાદમાં 16.03.2017ના રોજ 700 કેડબલ્યુપી રુફટોપ સોલર પીવી પ્લાન્ટનું ઉદ્ઘાટન
Posted On:
21 MAR 2017 4:55PM by PIB Ahmedabad
ભારત સરકારના વર્ષ 2022 સુધીમાં 40 ગીગાવોટ (જીડબલ્યુ) રુફટોપ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટેના લક્ષ્યાંકને પૂર્ણ કરવાની પહેલ સ્વરૂપે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અમદાવાદ એરપોર્ટએ સકારાત્મક પગલું લીધું છે અને ગ્રિડ-કનેક્ટેડ 700 કેડબલ્યુપીની ક્ષમતા ધરાવતો રુફટોપ સોલર પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ અમદાવાદમાં સૌથી મોટો રુફટોપ પ્લાન્ટ છે અને તેનાથી અક્ષય ઊર્જાને મોટો વેગ મળવાની અપેક્ષા છે.
ગ્રિડ કનેક્ટેડ રુફટોપ સોલર સિસ્ટમ સબસિડી સ્વરૂપે એમએનઆરઇ પાસેથી નાણાકીય સહાય સાથે સ્થાપિત કરવામાં આવ્યો છે. સોલર પ્લાન્ટમાંથી ઉત્પાદિત વીજળીનો ઉપયોગ ટર્મિનલ-1 બિલ્ડિંગ્સની કેપ્ટિવ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે થાય છે અને જો પછી વીજ પુરવઠો વધશે તો તેને સંબંધિત વીજ વિતરણ કંપની સાથે નેટ-મીટરિંગ ગોઠવણ હેઠળ ગ્રિડમાં આપવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ શ્રી આનંદ કુમાર મુખ્ય અતિથિ હતા અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ, એએઆઈ-અમદાવાદના ડિરેક્ટર તથા એએઆઈના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમનું આયોજન ટર્મિનલ-1 બિલ્ડિંગ્સની સોલર પાવર પ્લાન્ટ સાઇટ પર થયું હતું. રુફટોપ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાની સાથે જીઇઆરસીના ચેરમેનએ સ્વચ્છ અને પર્યાવરણને લાભદાયક ઊર્જાને પ્રોત્સાહન આપવા એએઆઈની પહેલને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણને જાળવવા અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા મોટા પાયે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાની તાતી જરૂર છે. આ કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ પ્રોજેક્ટ (આયોજનના તબક્કાથી લઇને અમલીકરણના તબક્કા સુધી) પર સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડિંગને સૌર ઊર્જાના ઉત્પાદનની સુવિધા સાથે સજ્જ કરવામાં આવી એ ખરેખર એસવીપીઆઈ એરપોર્ટ, અમદાવાદ માટે ગર્વની ક્ષણ હતી. અક્ષય ઊર્જાના પ્રોત્સાહન માટે એએઆઈની યોજનામાં આ નોંધપાત્ર પગલું છે.
AP/J.Khunt/GP
(Release ID: 1485084)
Visitor Counter : 122