જળ સંસાધન મંત્રાલય
ઉમા ભારતીએ કર્યો સ્વચ્છતા સપ્તાહનો શુભારંભ
Posted On:
16 MAR 2017 4:10PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 16-03-2017
કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી સુશ્રી ઉમા ભારતીએ આજે નવી દિલ્હીમાં પોતાના મંત્રાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓને સ્વચ્છતાના શપથ અપાવી સ્વચ્છ સપ્તાહનો શુભારંભ કર્યો. આ અવસર પર તેણે પ્રધાનમંત્રી મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર સ્વચ્છતા પ્રત્યે ગંભીર છે અને હવે દરેક વ્યક્તિ આ બાબતમાં જાગૃત થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વિશ્વના જે દેશ સ્વચ્છ છે, ત્યાંના નાગરિક સ્વચ્છતા પ્રત્યે વિશેષ સજાગ હોય છે. તેમણે દરેક અધિકારીઓ તેમજ કર્મચારીઓને જણાવ્યું કે તેઓ પોતાના કાર્યાલય, પોતાના ઘર, શેરી થી સ્વચ્છતાની શરૂઆત કરે તેમજ સપ્તાહમાં ઓછામાં ઓછા બે કલાક શ્રમદાન કરે.
સ્વચ્છતા સપ્તાહના શુભારંભ સાથે જ આજે સંગમ, ઈલાહાબાદ તેમજ દેવપ્રયાગ, ઉત્તરાખંડમાં શ્રમદાન તેમજ સ્વચ્છ સંદેશ રેલી આયોજિત કરાઈ. રાજસ્થાનના નીમરાના, મહારષ્ટ્રના ચંદ્રપુર જિલ્લા તેમજ રૂડકીમાં મંત્રાલયના વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા કાર્યક્રમો આયોજિત કરાયા. 31 માર્ચ સુધી ચાલનારા આ સ્વચ્છતા સપ્તાહ દરમિયાન રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઓડિસા, પંજાબ, આસામ, મણિપુર, કેરળ અને ઝારખંડના 200 જળાશયો તેમજ તેની આસપાસના સ્થળો પર સ્વચ્છતા તેમજ જાગૃતતા કાર્યક્રમ આયોજિત કરાશે. આ કાર્યક્રમોમાં સ્થાનિક નાગરિકો, સ્વયંસેવી સંગઠનો, ઔદ્યોગિક સમૂહો તેમજ સ્થાનિક સંગઠનોનો સહયોગ લેવાશે. આ કાર્યક્રમ મંત્રાલયના વિવિધ વિભાગો તેમજ ઉપક્રમ તથા રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન, કેન્દ્રિય જળ આયોગ, કેન્દ્રીય ભૂજળ બોર્ડ તથા વેપકૉસ સહિત મંત્રાલયના અન્ય વિભાગો તરફથી આયોજિત કરાઈ રહ્યા છે.
AP/J.Khunt/GP ક્રમાંક : 142
(Release ID: 1484615)
Visitor Counter : 184