રેલવે મંત્રાલય

ભારતીય રેલવેનો મુંબઈ-અમદાવાદ એલીવેટેડ પ્રોજેક્ટ

Posted On: 16 MAR 2017 1:42PM by PIB Ahmedabad

મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટનું નિર્માણ સંપૂર્ણપણે એલીવેટેડ કોરિડોર તરીકે કરવાનો નિર્ણય લેવાયો હતો, જેથી સલામતીમાં વધારો થાય અને પ્રોજેક્ટ માટે જરૂરી જમીનમાં ઘટાડો થાય.

જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઇસીએ)ની પ્રાથમિક આકારણી મુજબ, સંપૂર્ણપણે એલીવેટેડ કોરિડોરથી અંદાજે રૂ. 10,000 કરોડનો ખર્ચ વધશે.

જેઆઇસીએએ ડિસેમ્બર, 2016માં સંપૂર્ણપણે એલીવેટેડ કોરિડોરના નિર્માણ પર વિચાર કરવા પ્રોજેક્ટના ડિઝાઇન ડોક્યુમેન્ટ, બિડિંગ ડોક્યુમેન્ટ તથા ટેકનિકલ માપદંડો અને ધારાધોરણો તૈયાર કરવા એક જનરલ કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે.

આ અખબારી યાદીનો આધાર રાજ્ય કક્ષાના રેલવે મંત્રી શ્રી રાજેન ગોહેને લોકસભામાં 15.03.2017 (બુધવારે) એક પ્રશ્રના લેખિત જવાબમાં સામેલ માહિતી છે.

 

AP/J.Khunt/GP       



(Release ID: 1484572) Visitor Counter : 186


Read this release in: English