સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા રાષ્ટ્ર ગીત પ્રત્યે આદર વ્યક્ત કરવા માટેની સુવિધા દર્શિત સૂચિત માર્ગદર્શિકા

Posted On: 25 JAN 2017 3:49PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 25-01-2017

 
વર્ષ 2016ની રીટ અરજી(સિવિલ) નં. 855ની બાબતમાં આદરણીય સર્વોચ્ચ અદાલતના 09.12.2016ના રોજ જાહેર કરવામાં આવેલા હુકમ અનુસાર, કેન્દ્ર સરકારે દિવ્યાંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રગીત પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે 21.12.2016ના રોજ સુવિધાયુક્ત સૂચિત માર્ગદર્શિકા જાહેર કરી છે.
હલનચલન વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ કે જેમના શરીરના નીચેના અવયવો અસરગ્રસ્ત છે અને જેઓ વ્હીલ ચેરનો ઉપયોગ કરે છે અને ઊભા રહેવા માટે સક્ષમ નથી તે/તેણી પોતાની જાતને કોઈપણ જરૂરી સાધનો કે ઉપકરણોની મદદ લઈને કે મદદ વિના મહત્તમ સચેત અવસ્થામાં અને સતર્ક અવસ્થામાં વ્યક્ત કરી શકશે. જો વિકલાંગતા ધરાવતી વ્યક્તિ કાંખ ઘોડીનો ઉપયોગ કરી રહી છે તો તે/તેણીએ પોતાની જાતને મહત્તમ સતર્ક અવસ્થામાં સ્થિર (હલનચલન વિના) રાખવી જોઈએ.
શ્રાવ્ય વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ (બહેરા અથવા ઓછું સાંભળતા) સાવધાનીપૂર્વક ઊભા રહેશે. આમ છતાં, સ્ક્રીન પર યોગ્ય નિર્દેશનો થવા જરૂરી છે કે રાષ્ટ્ર ગીત વાગી રહ્યું છે અથવા ગવાઈ રહ્યું છે કારણ કે બની શકે છે કે શ્રાવ્યતાની ખામી ધરાવતી વ્યક્તિ શ્રાવ્ય સૂચનો મેળવી ના શકી હોય. સ્ક્રીન ઉપર લેખિત કેપ્શન સ્વરૂપમાં તેમજ સાથે સાથે સાંકેતિક ભાષામાં જરૂરી સૂચનો આપી શકાય કે જેથી કરીને શ્રવણની ખામી ધરાવતા લોકોને માહિતી મળી શકે કે રાષ્ટ્રગીત ગવાઈ રહ્યું છે.
દ્રષ્ટિની ખામી ધરાવતી તથા ઓછી દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિઓ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભી થશે.
માનસિક વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને વર્તણૂક સમસ્યા હશે જેવી કે હાથ હલાવવા,ચીસો પાડવી, બૂમો પાડવી, અસામાન્ય શારીરિક હિલચાલ કરવી, વ્યવહારુ કાર્યો કરવા વગેરે. આ અંગે જાહેર જનતાએ સંવેદનશીલ બનવાની જરૂર છે જેથી કરીને માનસિક વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ પ્રત્યે થનારા કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય અને તેમની હેરાનગતિ ન થાય.
વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના રક્ષક (એસ્કૉર્ટ) જયારે રાષ્ટ્ર ગીત ગવાતું હોય ત્યારે ઊભી રહેશે.
AP/J.Khunt/GP                                                                       ક્રમાંક: 52


(Release ID: 1481207) Visitor Counter : 94