મંત્રીમંડળ

કેબિનેટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની 11.35 એકર જમીનને વિસ્તરણ અને વિકાસના હેતુસર જય પ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ, પટના ખાતે આવેલી બિહાર સરકારની તેટલી જ જમીન સાથે બદલવાની મંજૂરી આપી

Posted On: 24 JAN 2017 5:25PM by PIB Ahmedabad
Press Release photo

 નવી દિલ્હી, 24-01-2017

 
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની અનીસાબાદમાં આવેલી 11.35 એકર જમીનના બદલામાં તેટલી જ જમીન એએઆઈને બદલી આપવાની મંજૂરી આપી દીધી છે. પટના એરપોર્ટ પર આવેલી પ્રસ્તાવિત જમીનનો ઉપયોગ એરપોર્ટના વિસ્તરણ અને અન્ય સંલગ્ન બાંધકામ સહીત નવી ટર્મિનલ ઈમારતના નિર્માણ માટે કરવામાં આવશે. જમીનની આ હેરફેર માટે રાજ્ય સરકારે પણ પોતાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
નવી ટર્મિનલ ઈમારતની ક્ષમતા વાર્ષિક ૩ મિલિયન મુસાફરોની હશે કે જે માત્ર એરપોર્ટની ક્ષમતા જ નહીં વધારે પરંતુ સામાન્ય નાગરિકોની સુવિધામાં પણ વૃદ્ધિ કરશે.
પશ્ચાદભૂમિકા:
પટના એરપોર્ટમાં આવેલી વર્તમાન ઈમારતનું વાર્ષિક 0.5 મિલિયન મુસાફરોની ક્ષમતા સાથે નિર્માણ કરવામાં આવ્યું હતું જેની સામે આશરે 1.5 મિલિયન મુસાફરો પ્રતિ વર્ષ તેનો ઉપયોગ હાલ કરી રહ્યા છે. તેના કારણે ટર્મિનલમાં  સખત ભીડ જામેલી રહે છે.
 
AP/J.Khunt/GP                                                                       ક્રમાંક: 50

(Release ID: 1481124) Visitor Counter : 177