સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

એનઆઇસીએ ડિજિટલ ઇન્ડિયા માટેનો માર્ગ પ્રશસ્ત કર્યોઃ રવિ શંકર પ્રસાદ મંત્રીએ એનઆઇસીમાં બેસ્ટ ઇન્નોવેટર્સ માટે વાર્ષિક એવોર્ડની જાહેરાત કરી

Posted On: 19 JAN 2017 3:13PM by PIB Ahmedabad
Press Release photo
નવી દિલ્હી, 20-01-2017
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી)એ આજે નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટરમાં નેશનલ મીટ ઓન ગ્રાસરુટ ઇન્ફોર્મેટિક્સ – “વિવિડઃ વીવિંગ એ ડિજિટલ ઇન્ડિયા”ની શરૂઆત કરી હતી.
આ ત્રણ દિવસની ઇવેન્ટનું ઉદ્ઘાટન ભારત સરકારના કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કાયદા અને ન્યાય મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદે ભારત સરકારના રાજ્ય કક્ષાના કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કાયદા અને ન્યાય મંત્રી શ્રી પી પી ચૌધરી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સચિવ શ્રીમતી અરુણા સુંદરરાજન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના અધિક સચિવ ડો. અજય કુમાર, એનઆઇસીના ડિરેક્ટર જનરલ શ્રીમતી નીતા વર્મા અને એનઆઇસીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી રમા નાગપાલેની હાજરીમાં કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે, “એનઆઇસી ભારતના ટેકનોલોજીકલ સેતુ છે અને આદરણીય પ્રધાનમંત્રીએ પ્રશસ્ત કરેલ ડિજિટલ ઇન્ડિયાના માર્ગને આગળ વધારવાનું શ્રેષ્ઠ સ્થળ છે. હું તમામ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન ઓફિસર (ડીઆઇઓ)ને નવીન અને સક્રિય અભિગમ અપનાવવા અપીલ કરું છું. એનઆઇસીએ મૂળભૂત સ્તરે પરિવર્તન કરવા પરિવર્તનગામી અભિગમ અપનાવવો પડશે. હું એનઆઇસીને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી)  સાથે જોડાણની અપીલ કરું છું, જેણે 1.96 કરોડ ગ્રામીણ નાગરિકો અને 6.15 લાખ વેપારીઓને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર સફળતાપૂર્વક તાલીમ આપી છે.
શ્રી રવિ શંકર પ્રસાદે ભોપાલમાં સરકારનું ગવર્ન્મેન્ટ સિક્યોરિટી ઓપરેશન સેન્ટર અને ડેટા સેન્ટર ફોર ક્લાઉન્ટ સ્થાપિત કરવાની યોજના જાહેર કરી હતી.
શ્રી રવિ શંકર પ્રસાદે એવી જાહેરાત પણ કરી હતી કે સરકાર એનઆઇસી ઓફિસનું માળખું સુધારીને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ કરશે. પ્રાયોગિક પ્રોજેક્ટ તરીકે 150 ડિસ્ટ્રિક્ટ એનઆઇસી ઓફિસને 2017-18 દરમિયાન અપગ્રેડ કરવામાં આવશે, ત્યારે બાકીની ઓફિસને ટૂંકા ગાળામાં સુધારવામાં આવશે. તેમણે મંત્રાલયને એનઆઇસી અધિકારીઓ સતત બદલાતી ટેકનોલોજી સાથે તાલ મેળવી શકે એ માટે તાલીમનું મોડ્યુલ વિકસાવવાની સૂચના પણ આપી હતી. તેમણે જિલ્લાઓમાં ઉદાહરણરૂપ નવીન અભિગમ અપનાવવા માટે એનઆઇસીના ડીઆઇઓ માટે વાર્ષિક એવોર્ડ આપવાની જાહેરાત પણ કરી હતી. તેમાં ટોચના ત્રણ શ્રેષ્ઠ ઇન્નોવેટર્સને અનુક્રમે રૂ. 2,00,000, રૂ. 1,00,000 અને રૂ. 50,000નું ઇનામ આપવામાં આવશે.
એનઆઇસીના પ્રયાસોની પ્રશંસા કરીને ગેસ્ટ ઓફ ઑનર શ્રી પી પી ચૌધરીએ કહ્યું હતું કે, “વર્ષ 2017ની શરૂઆત અર્થતંત્ર તેમજ નાગરિકો માટે કેટલાંક લાભદાયક પરિવર્તનો માટે હંમેશા યાદ રહેશે, જેમાં ડિજિટલ ઇન્ડિયાની પહેલ સૌથી મહત્ત્વપૂર્ણ છે. હું આપણી ઇકોસિસ્ટમની સફળતાપૂર્વક ડિજિટલ કાયાપલટ કરવા દેશને તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે એનઆઇસી અને ડીઆઇઓને અભિનંદન આપું છું.
એનઆઇસીએ આજે બે નવી પોર્ટલ – ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ ડેશબોર્ડ અને એનઆઇસી સર્વિસ ડેસ્ક પણ લોંચ કરી હતી, જેને અનુક્રમે શ્રી રવિ શંકર પ્રસાદ અને શ્રી પી પી ચૌધરીએ લોંચ કરી હતી.
નેશનલ મીટ ઓફ ગ્રાસરુટ ઇન્ફોર્મેટિક્સનો ઉદ્દેશ દેશમાં ડિજિટલ માળખું ઊભું કરવા અને વધારવા એનઆઇસીની વિવિધ પહેલ પ્રદર્શિત કરવાનો છે. તેમાંથી કેટલીક પહેલો છે – આઇસીટી માળખું સ્થાપિત કરવું, સરકાર અને નાગરિકોને સક્ષમ બનાવવા અત્યાધુનિક ઉત્પાદનો વિકસાવવા, રાજ્ય અને જિલ્લા સ્તરે તેની પહેલોમાં ડીબીટી, પીએફએમએસ, કેશલેસ પેમેન્ટ, આધાર વગેરેને આવરી લેતી ડિજિડટલ પેમેન્ટ સિસ્ટમ પર વિવિધ જાગૃતિ અભિયાનોનું આયોજન સામેલ છે.
આ ત્રણ દિવસમાં વ્યક્તિગત સત્રો એનઆઇસીની અત્યાર સુધીની સફર, તેની શ્રેષ્ઠ કામગીરીઓ, ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ, એનઆઇસી સ્ટેટ યુનિટ્સની ડિજિટલ ઇન્ડિયા પહેલો, જિલ્લાઓમાંથી સફળ ઉદાહરણો, નાણાકીય સર્વસમાવેશકતા, તેના ટેકનોલોજી જાગૃતિ કાર્યક્રમો અને એનઆઇસીએ પૂરાં પાડેલાં આઇસીટી માળખાં વિશે જણાવશે.
 
 

(ડાબેથી જમણે): આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટરમાં આયોજિત એનઆઇસી નેશનલ મીટ ઓન ગ્રાસરુટ ઇન્ફોર્મેટિક્સ – વિવિડઃ વેવિંગ એ ડિજિટલ ઇન્ડિયામાં ડો. અજય કુમાર, અધિક સચિવ, ડીઇઆઇટીવાય, શ્રીમતી અરુણા સુંદરરાજન, સચિવ, એમઇઆઇટીવાય, શ્રી રવિ શંકર પ્રસાદ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા કાયદો અને ન્યાયના આદરણીય કેન્દ્રિય મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા કાયદો અને ન્યાય મંત્રી શ્રી પી પી ચૌધરી તથા એનઆઇસીના ડિરેક્ટર જનરલ શ્રીમતી નીતા વર્મા. 



(Release ID: 1480869) Visitor Counter : 240