મંત્રીમંડળ

મંત્રીમંડળે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા દ્વિપક્ષીય સમજૂતી પર ભારત અને કેન્યા વચ્ચેના એમઓયુને મંજૂરી આપી

Posted On: 04 JAN 2017 5:15PM by PIB Ahmedabad
Press Release photo

 નવી દિલ્હી, 04-01-2017

 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર પર ભારત અને કેન્યા વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
આ એમઓયુ આ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓને આવરી લે છે, જેમાં કૃષિ સંશોધન, પશુ સંવર્ધન અને ડેરી, ઘાસચારો અને મત્સ્ય સંવર્ધન, કુદરતી સંસાધનોનું વ્યવસ્થાપન, લણણી પછી વ્યવસ્થાપન અને માર્કેટિંગ, જમીન અને તેનું સંરક્ષણ, જળ વ્યવસ્થાપન, સિંચાઈ કૃષિ વ્યવસ્થા વિકાસ અને સંકલિત જળવિભાજક વિકાસ, જીવજંતુઓના ઉપદ્રવની સમસ્યાનું નિવારણ કરવા સંકલિત વ્યવસ્થા, કૃષિ પ્લાન્ટ, મશીનરી અને અમલીકરણ, સાફસફાઈ અને ફાઇટોસેનેટરી જેવા મુદ્દા સામેલ છે.
આ એમઓયુ બંને દેશોના પ્રતિનિધિઓને સમાવતા સંયુક્ત કાર્યકારી જૂથની રચના માટે બંધારણ પ્રદાન કરે છે, જેની કામગીરી બંને દેશો વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવા માટે વિસ્તૃત કાર્યક્રમો વિકસાવવાની અને એમઓયુના અમલીકરણ પર નજર રાખવાની હશે.
આ એમઓયુ પર જે દિવસે હસ્તાક્ષર થશે એ જ દિવસથી અમલી ગણાશે અને પાંચ વર્ષના ગાળા માટે માન્ય રહેશે તથા જ્યાં સુધી કોઈ પણ પક્ષ આ એમઓયુ પૂર્ણ થયાના છ મહિના અગાઉ લેખિતમાં તેને રદ કરવાના ઇરાદાની જાણકારી નહીં આપે ત્યાં સુધી દર પાંચ વર્ષે ઓટોમેટિક રિન્યૂ થઈ જશે.
 
AP/J.Khunt/GP                               ક્રમાંક : 11

 


(Release ID: 1479942) Visitor Counter : 75