રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝને ચેકીંગમાં મેળવી ઉલ્લેખનીય ઉપલબ્ધતા
સઘન ટિકિટ તપાસ અભિયાનમાં પ્રાપ્ત કરી એક અઠવાડિયામાં 81 લાખ રૂપિયાથી વધુ ની આવક
प्रविष्टि तिथि:
08 NOV 2021 8:22PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝન પર અનધિકૃત મુસાફરી પર વિરામ લગાવવા ના ઉદ્દેશ્ય થી નિયમીત ટિકિટ ચેકીંગ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. 01 નવેમ્બર થી 07 નવેમ્બર 2021 સુધી (એક અઠવાડિયા માં) ચલાવવામાં આવેલ આ પ્રકારના ચેકીંગ અભિયાન દ્વારા વગર ટિકિટ/અનિયમિત મુસાફરી ના લગભગ 11236 કેસ પ્રાપ્ત થયા જેમાં વગર બુક કરેલ સામાન ના કેસ પણ શામેલ છે. આના પરિણામ સ્વરૂપ પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝન પર 81 લાખ રૂપિયા થી વધુ આવક ની પ્રાપ્તિ થઇ છે.
મંડળ રેલ પ્રવક્તા એ જણાવ્યું કે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન નું 01 નવેમ્બર થી 07 નવેમ્બર સુધી ચલાવવા માં આવેલ આ પ્રકારના ચેકીંગ અભિયાન દરમિયાન એક રેકોર્ડ બનાવ્યું. સઘન તપાસ અભિયાન દરમિયાન 81 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી. જે અત્યાર સુધી એક અઠવાડિયામાં પ્રાપ્ત કરેલ સર્વાધિક આંકડો છે.
મુસાફરો ને વિનંતી છે કે અસુવિધા થી બચવા માટે યોગ્ય અને માન્ય ટિકિટો સાથે મુસાફરી કરે અને મુસાફરી દરમિયાન માન્ય ઓળખપત્ર પોતાની સાથે રાખે. સાથે જ, મુસાફરો ને હંમેશા માસ્ક ની સાથે મુસાફરી કરવી જોઈએ અને યોગ્ય સ્વાસ્થ્ય પ્રોટોકૉલ નું પાલન કરવું જોઈએ જેમ કે કોવિડ-19 માટે આવશ્યક છે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1770109)
आगंतुक पटल : 144